Aarogyam Dental

Pain-free smiles powered by technology

Loading Aarogyam Dental
Aarogyam Dental

dental-implants

શું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રક્રિયા દુઃખાવા યુક્ત હોય છે? જાણો હકીકત

Aarogyam Dental· 1 July 2025

"દુખાવાનો અને પીડાનો પ્રશ્ન" શા માટે આવે છે?

દુખાવાનો ડર એ એકમાત્ર સૌથી મોટું કારણ છે કે લોકો દાંતની સંભાળ ટાળે છે. "દાંતની સર્જરી" ફક્ત કહેવામાં ડરામણી લાગે છે, અને સોશિયલ-મીડિયા હોરર વાર્તાઓ તેને વધારે ડરામણી બનાવતા હોય છે. વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસો સતત દર્શાવે છે કે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટમાં (સ્ક્રુ બેસાડવાની પ્રક્રિયામાં) દાંત કઢાવવા કરતાં પણ ઓછી પોસ્ટઓપરેટિવ (પ્રક્રિયા પછીની) પીડા થતી હોય છે.

સ્ક્રુ બેસાડવાની પ્રક્રિયા દરમિયાન તમે શું અનુભવશો

સુન્ન પણું , પીડા કે દુખાવો નહીં

અમે અત્યાધુનિક એવા લોકલ એનેસ્થેટિક નો ઉપયોગ કરીએ છીએ, જે તમામ પ્રકારના દુખાવાને રોકે છે; તમને દબાણ કે કંપન લાગી શકે પરંતુ તીક્ષ્ણ પીડા નહીં.

જો તમે ઇચ્છો તો વધારાની શાંતતા માટે

જો તમે ચિંતિત છો, તો હળવા શામક વિકલ્પો - જેમ કે "લાફિંગ ગેસ" થી લઈને બીજી અન્ય દવાઓ લઇ શકાય જેથી તમે એપોઇન્ટમેન્ટ દરમિયાન વધારે આરામ અનુભવી શકો.

હકીકતમાં દુઃખાવાની સમયરેખા

સમય-મર્યાદા

આપ શું અનુભવી શકો છો

આ સમયમાં શું કરી શકાય

પ્રથમ 6-24 કલાક

એન્સ્થેસિયાની અસર દૂર થતાં તે જગ્યા થોડી ભારે અથવા કડક લાગી શકે છે. હળવું પ્રવાહી નીકળવું / થોડો સોજો આવી શકે 

બરફના પેક, દુઃખાવાની દવાનો પહેલો ડોઝ, રાત્રે વહેલી ઊંઘ.

દિવસ 2–3

થોડો દુખાવો; ઘણીવાર "અણગમો કરનારું પણ નિયંત્રિત" તરીકે વર્ણવવામાં આવે છે.

નરમ ખોરાક, દર 6-8 કલાકે દુઃખાવાની દવાઓ.

દિવસ 4–7 

અણગમો ઘણો બધો ઘટી જાય છે; ટાંકામાં થોડી ખંજવાળ આવી શકે છે.

રોજિંદા કામ-કાજ પર પાછા ફરો; ફક્ત ક્યારેક ક્યારેક દવાઓની જરૂર પડી શકે .

1 અઠવાડિયા પછી

મોટાભાગના દર્દીઓ દુઃખાવા મુક્ત અવુભવે છે

સામાન્ય અને સંતુલિત આહાર, હળવું બ્રશિંગ.

ઘણા બધા વૈજ્ઞાનિક પ્રોયોગો અને લોકોના સર્વેક્ષણોના આધારે..

તમારી અપેક્ષા કરતાં પણ ઓછો દુઃખાવો શા માટે થતો હોય છે

  1. મિનિમલી ઇનવેઝીવ સર્જરી ટેકનીક (ચીરા વગરની સર્જરી)—નાના, માર્યાદિત કાણા દ્વારા થાય એટલે ઓછી તકલીફ થવી.

  2. ટાઇટેનિયમ સ્ક્રુનું હાડકા સાથેનું જોડાણ—શરીર ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ સાથે ખુબજ સારી રીતે જોડાણ કરે છે, તેથી બળતરાનો દુખાવો અલ્પજીવી હોય છે.

  3. શક્તિશાળી પરંતુ સલામત દર્દ નિવારક—નેપ્રોક્સેન જેવી NSAIDs દવાઓ ઇમ્પ્લાન્ટની કામગીરીમાં અને સોજો માટે પેરાસીટામોલ કરતાં વધુ સારી કામગીરી બજાવે છે. 

પીડા-નિવારક ટૂલકિટ કે કે જે આપની સાથે રહેશે

  • પ્રિસ્ક્રિપ્શન અથવા OTC NSAID દવાઓ (દા.ત., આઇબુપ્રોફેન/નેપ્રોક્સેન): 48-72 કલાક માટે.

  • કોલ્ડ કોમ્પ્રેસ પહેલી સાંજે 15 મિનિટ ON /15 મિનિટ OFF.

  • નરમ, ઠંડા ખોરાક: સ્મૂધી, દહીં ભાત, દાળ-ખીચડી, શિરો .

  • નરમ ટૂથબ્રશ અને ગરમ-મીઠાના પાણીના કોગળા બીજા દિવસથી.
    તમારા સર્જનની સૂચનાઓનું પાલન કરો; તેઓ ખરેખર રિકવરી ટૂંકાવવામાં મદદ કરે છે. 

માન્યતાઓ અને હકીકતો (ટૂંકમાં સવાલ-જવાબ)

  • "ઇમ્પ્લાન્ટ્સ અતિશય પીડાદાયક હોય છે."
    હકીકત: મોટાભાગના દર્દીઓને સામાન્ય પેઈનકીલર કરતાં વધુ મજબૂત કંઈપણની જરૂર હોતી નથી અને તેઓ કહે છે કે દાંતને કાઢવો એ વધુ પીડાદાયક છે.

  • "તમને અઠવાડિયાઓ સુધી દુખાવો રહેશે."
    હકીકત: સામાન્ય દુખાવો 2-4 દિવસ સુધી હોય છે.

  • "ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એનેસ્થેટિકની અસર પુરી થઇ જાય છે."
    હકીકત: સર્જરીની શરૂઆત કરતા પહેલા એનેસ્થેસીયાનું પરીક્ષણ કરે છે અને જો જરૂર પડે તો તરત જ એનેસ્થેટિક ટોપ અપ કરી શકાય છે.

તાત્કાલિક તમારા સર્જનને ક્યારે મળવું

  • ત્રીજા દિવસ પછી પણ ગળામાં દુખાવો અથવા સોજો વધવો

  • અનિયંત્રિત રક્તસ્રાવ

  • તાવ > 38 °C, દુર્ગંધ, અથવા પરુ (રસી થવા)

  • ઇમ્પ્લાન્ટ અથવા ક્રાઉન દાંત ઢીલો લાગે

આ ચિહ્નો ચેપ અથવા અન્ય સમસ્યાઓ સૂચવી શકે છે—ક્યારેક જ આ જોવા મળી શકે, પરંતુ સરતાથી નિવારી શકાય તેમ હોય છે.

નિષ્કર્ષ

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ નવા દાંત નાખવા માટે સૌથી આરામદાયક અને જીવન બદલી નાખે તેવા માર્ગોમાંનો એક છે. આધુનિક એનેસ્થેટિક, અત્યાધુનિક તકનીકો સાથે, તમે ન્યૂનતમ અગવડતા અને સામાન્ય જીવનમાં ઝડપી પાછા ફરવાની અપેક્ષા રાખી શકો છો. જૂના બિનજરૂરી ડરને તમારી અને આત્મવિશ્વાસપૂર્ણ સ્માઈલ વચ્ચે રહેવા ન દો. જો તમારી પાસે હજુ પણ પ્રશ્નો હોય, તો અમને મેસેજ કરી શકો છો અથવા ફ્રિ ઇમ્પ્લાન્ટ કન્સલ્ટ બુક કરો—તમારું ભવિષ્ય (અને તમારું ભોજન મેનૂ) તમારો આભાર માનશે!