Aarogyam Dental

Pain-free smiles powered by technology

Loading Aarogyam Dental
Aarogyam Dental

dental-implants

બત્રીસી(ચોકઠાં)ની જગ્યાએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (સ્ક્રૂવાળા દાંત) પસંદ કરવાના ખાસ 7 ફાયદાઓ

Aarogyam Dental· 9 July 2025

(વાસ્તવિક જીવનમાં દાંત બદલવાનો વિકલ્પોમાંથી કયો સૌથી વધુ સારો - તે અંગે વિચારી રહેલા લોકો માટે સરળ ભાષામાં એક માર્ગદર્શિકા.)

1. તેઓ તમારા કુદરતી દાંત જેવા જ લાગે છે

ઇમ્પ્લાન્ટ્સ સાથે, તમારા જડબાના હાડકામાં એક નાનું ટાઇટેનિયમ "મૂળ" મૂકવામાં આવે છે. તમારું હાડકું ખરેખર તેની આસપાસ ઉગે છે, તેને કુદરતી દાંતના મૂળની જેમ જકડે છે. અને દાંત આ મજબૂત મૂળ પર ફિક્સ કરવામાં આવે છે એટલે તમે સફરજન ચાવવાનો કે શેકેલ મકાઈ ખાવાનો આનંદ આરામથી માણી શકો છો. કોઈ બત્રીસીનો પાઉડર નહિ, કોઈ હલતી અને ડગમગતી બત્રીસી નહિ, ફક્ત આનંદ અને આત્મવિશ્વાસ.

2. ખુલીને મન મૂકીને બોલો

બત્રીસી તમારા પેઢાની ચામડી પર રહે છે અને અને તેથી જ જ્યારે તમે અમુક મુશ્કેલ શબ્દો બોલો છો ત્યારે ડગમગે છે ("જેમ કે ફિફ્ટી-ફાઈવ જેવા શબ્દો બોલતી વખતે). પણ ઇમ્પ્લાન્ટ્સ સ્થિર રહે છે, તેથી તમારી જીભ અને હોઠને "ફરીથી શીખવા" ની જરૂર રહેતી નથી. મોટાભાગના લોકોના એક કે બે અઠવાડિયામાં તેમના ઉચ્ચારણ સામાન્ય થઈ જાય છે - અને ઘણીવાર તો પરિવારના પણ સભ્યો ભૂલી જતા હોય છે કે ક્યારેય રિપ્લેસમેન્ટ થયું છે!

3. ચહેરો હર્યો ભર્યો અને ખીલતો લાગે

જ્યારે કુદરતી દાંત (અને તેમના મૂળ) નીકળી થઈ જાય છે, ત્યારે જડબાનું હાડકું ધીમે ધીમે સંકોચાય છે. સમય જતાં, તે ડેન્ચર પહેરનારાઓને ના ગાલ અંદર જવાથી ચહેરો સંકોચાયેલો લાગે છે. પરંતુ ઇમ્પ્લાન્ટ મૂળની જેમ જ કામ કરીને હાડકાને સંકોચાવા દેતો નથી જેથી ચહેરો પણ હર્યો-ભર્યો અને પ્રફુલ્લિત લાગે છે.

4. તમને ગમતી ક્રન્ચી, ચ્યુઇ અને સ્ટીકી વસ્તુઓ ખાઓ

બત્રીસી ચાવવાની શક્તિ, કુદરતી દાંતની સરખામણીમાં લગભગ ૨૦-૩૦% પાછી લાવે છે જયારે ઇમ્પ્લાન્ટ ૯૦% કે તેથી વધુ શક્તિ પુનઃસ્થાપિત કરી શકે છે. તેનો અર્થ એ કે રોટલા, મગફળી, સફરજન કે લાડુ - નામ આપો એ વસ્તુ - બધું જ છૂટથી ખાય શકો છો. હવે દરેક વસ્તુને નાના ટુકડાઓમાં કાપવાની, ક્રશ કરીને કે ચોળીને ખાવાની કે પછી સલાડના ક્રન્ચી ટુકડાઓ છોડવાની જરૂર નથી.

5. એક વખતનું રોકાણ, લાંબા સમય સુધી ચાલે

સારી ગુણવત્તાવાળા બત્રીસી પણ દર 3-4 વર્ષે રિફિટિંગ અથવા બદલવાની જરૂર પડે છે કારણ કે પેઢાનો આકાર સતત બદલાય છે. જયારે સારી રીતે સંભાળ રાખેલા ઇમ્પ્લાન્ટ ઘણા લાંબા સમય સુધી ટકી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે (ઘણા દર્દીઓને તો જીવનભર ચાલે છે). અને એકંદરે ફાયદા કારક નીવડે છે. 

6. લગભગ મેન્ટેનન્સની જરૂર નથી

બત્રીસીને દરરોજ સવાર સાંજ સાફ કરવી, દર વખતે પાણીમાં મુકવી, ક્યારે પડી જાય અને તૂટી જાય, ક્યારે બહારગામ જતા ભુલાઈ જાય વગેરે પ્રશ્નો થતા હોય છે. જયારે ઇમ્પ્લાન્ટને કુદરતી દાંતની જેમ જ બ્રશ અને ફ્લોસ કરવામાં આવે છે. કોઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી, ફક્ત નિયમિત ટૂથબ્રશ અને ક્યારેક માઉથવોશનો ઉપયોગ કરવામાં આવે છે.

7. બધું જ ખાઓ - બત્રીસીના પાઉડરની વગર 

ઉપરની બત્રીસી એ તાળવાને ઢાંકિ દે છે કે જ્યાં હજારો સ્વાદના સેન્સર ધરાવે છે. જયારે ઇમ્પ્લાન્ટ તમારા મોંના તાળવાને ખુલ્લું રાખે છે, તેથી યોગ્ય સ્વાદ અનુભવી શકાય છે. સવારની ચાનો સ્વાદ વધુ સમૃદ્ધ બને છે, અને તે તાજી ફુદીનાની ચટણીનો સ્વાદ સંપૂર્ણ પણે માણી શકાય છે.

પરંતુ શું ઇમ્પ્લાન્ટ એ સર્જરી નથી?

હા, ઇમ્પ્લાન્ટ મૂકવું એ એક નાની એવી સર્જિકલ પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે. અને મોટાભાગના લોકો બીજા જ દિવસે રોજિંદા કામ પર પાછા ફરે છે - જેમાં દાંત કાઢવા કરતા પણ ઓછી તકલીફ પડતી હોય છે. તમારૂ સ્વાસ્થ્ય, ચાલુ દવાઓ અને જડબાના હાડકાની પરિસ્થિતિ વિશે તમારા ડેન્ટિસ્ટ સાથે વાત કરો; એકંદરે સારા સ્વાસ્થ્યવાળા દરેક વ્યક્તિ ઇમ્પ્લાન્ટ કરાવી શકે છે.

ખર્ચ કેટલો થાય?

મટીરિયલની ગુણવત્તા, ડોક્ટરની આવડત અને કદાચ સીટી પ્રમાણે કિંમત અલગ અલગ હોય શકે છે. પરંતુ ગુજરાત (INDIA)માં લગભગ આ રેન્જમાં ટ્રીટમેન્ટ થતી હોય છે (ખર્ચની વિગતો ની લિંક) . ઇમ્પ્લાન્ટને લાંબા ગાળાના પ્રોપર્ટીમાં રોકાણ તરીકે વિચારી શકાય : થોડી વધુ પ્રારંભિક ચુકવણી, અને ઓછું મેન્ટેનન્સ. ઘણા ક્લિનિક્સ પર 0% EMIના વિકલ્પો પણ હોય છે. 3D સ્કેન, ઇમ્પ્લાન્ટ પોતે અને તેની ઉપર બેસતાં દાંતની કુલ કિમંત (ફૂલ પેકેજ) આવરી લેતો ખર્ચ પૂછવો જેથી તમને સંપૂર્ણ વિષયની ખબર પડે.

નિર્ણય લેવા માટે તૈયાર છો?

જો તમને :

  • બત્રીસી કે ચોકઠું નથી ફાવતું, વારંવાર ડગમગે, હલે કે પછી પડી જાય છે ,

  • સૌથી સારામાં સારો કુદરતી દાંત જેવો જ, લાંબા સમય સુધી ટકી રહે તેવો ઉકેલ ઇચ્છો છો—

તો ઇમ્પ્લાન્ટ્સ વિષે તમારા ડેન્ટિસ્ટ અથવા ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ સાથે આજે જ વાત કરો. આ લિસ્ટ સાચવો અને નીચે મુજબના પ્રશ્નો પૂછો

ડેન્ચર પાઉડર વિના જીવનની મજા માણવામાં સંઘર્ષ કરી રહ્યા છો? દરરોજ ટેંશન વગર ચાવવાની, ખુલીને હસવાની અને દરરેક સ્વાદ ફરીથી માણવાની કલ્પના કરો. તે દૈનિક સ્વતંત્રતા ઇમ્પ્લાન્ટ્સ આપે છે.

ટૂંકમાં જવાબ

પ્રશ્ન 

જવાબ

સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

સામાન્ય રીતે 24 કલાકથી લઈને 3-6 મહિના સુધીનો સમય લાગી શકે. જડબાના હાડકાની સ્થિતિ અને ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી પર આધારિત.

શું લોકોને ખ્યાલ આવશે?

જ્યાં સુધી કહેશો નહી ત્યાં સુધી લોકો અને પરિવારના સભ્યો પણ અચંભામાં રહેશે કે આટલા સુંદર અને મજબૂત દાંત કઈ રીતે આવ્યા? 

શું ઇમ્પ્લાન્ટ્સ સિનિયર સીટીઝન માટે સલામત છે?

ઉંમર નડતર રૂપ નથી. સારું આરોગ્ય અને હાડકાની ગુણવત્તા વધુ મહત્વ ધરાવે છે.

શું કોઈ ખાસ કાળજી રાખવી પડે?

બ્રશ કરો, ફ્લોસ કરો અને વર્ષમાં બે વાર તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો - બસ... કુદરતી દાંતની જેમ.

નિષ્કર્ષ : બત્રીસી (ચોકઠાં)એ અસંખ્ય લોકોને એક સદીથી વધુ સમય માટે તેમની સ્માઈલ પાછી આપી છે, પરંતુ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ 21મી સદીના અપગ્રેડ છે - મજબૂત દાંત, વધુ સારો આરામ અને કુદરતી દાંત જેવી સ્માઈલ જે ખરેખર આપની જ હતી.

વધુ પ્રશ્નો છે? તમારા ડેન્ટિસ્ટ અથવા ઇમ્પ્લાન્ટોલોજિસ્ટને મળો અને તેમની સલાહ લો. – પહેલું પગલું લો - એક નવા આત્મવિશ્વાસ માટે